આઇબીએમ અને ગુજરાત સરકારે એઆઇ ઇનોવેશન અને સહયોગને વેગ આપવા ગિફ્ટ સિટીમાં એઆઇ ક્લસ્ટર સ્થાપવા એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યાં

0
17
ભારત, ગાંધીનગર, 29 જૂન, 2024: આઇબીએમ (NYSE: IBM) અને ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક (ગિફ્ટ) સિટીમાં નાણાકીય સંસ્થાનો વચ્ચે ઇનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે આઇબીએમના watsonx નો લાભ લેતાં એઆઇ ક્લસ્ટર સ્થાપિત કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આજે સમજૂતી કરાર (એમઓયુ) કર્યાં હતાં. આ સહયોગના ભાગરૂપે નાણાકીય સંસ્થાનો એઆઇ સેન્ડબોક્સની એક્સેસ, પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાં સહયોગ, એઆઇ લિટરેસી પ્રોગ્રામ અને ડિજિટલ આસિસ્ટન્ટ સોલ્યુશન્સ મેળવશે.
આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આઇબીએમ સાથેના એમઓયુ દેશના એઆઇ અપનાવવાના તથા ડિજિટલ પરિવર્તનને આગળ લઇ જવાના પ્રયાસોનું નેતૃત્વ કરવામાં ગુજરાતને મદદરૂપ બનશે.
આઇબીએમ ઇન્ડિયા અને સાઉથ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પટેલે જણાવ્યું હતું કે, આજના ઉદ્યોગોને સારી ઉત્પાદકતા, ઇનોવેશન અને ગ્રાહક અનુભવ દ્વારા સ્પર્ધાત્મક લાભ મેળવવા બિઝનેસ માટે એઆઇનો ઉપયોગ કરવો વ્યૂહાત્મક પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જોડાણ રાજ્યમાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવા ગુજરાત સરકાર સાથેના અમારા સતત સહયોગની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. આ એઆઇ ક્લસ્ટરની સ્થાપના કરીને અમે ગિફ્ટ સિટીમાં વાઇબ્રન્ટ અને સતત વિકાસ કરતી નાણાકીય સંસ્થાઓ માટે અદ્યતન એઆઇ સોલ્યુશન્સ સરળતાથી ઉપલબ્ધ બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.
આ એમઓયુના ભાગરૂપે આઇબીએમ ક્લાઉડ એનવાયર્નમેન્ટમાં સોફ્ટવેર ટેક્નોલોજી અને પ્લેટફોર્મ પૂરાં પાડશે, જેથી નાણાકીય સંસ્થાઓ સેન્ડબોક્સ એનવાયર્નમેન્ટમાં લાર્જ લેંગ્વેજ એઆઇ મોડલને કસ્ટમાઇઝ કરવા અને ફાઇન-ટ્યુન કરવા સક્ષમ કરશે. આઇબીએમ ડિજિટલ આસિસ્ટન્ટ-આધારિત સોલ્યુશન પણ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જે નાણાકીય સંસ્થાઓ માટે આ કસ્ટમાઇઝ્ડ લાર્જ લેંગ્વેજ મોડલને ઓનબોર્ડ કરવા અને એકીકૃત કરવાની સુવિધા આપે છે.
વર્ષ 2030 સુધીમાં 30 મિલિયન લોકોના કૌશલ્ય વિકાસ અને વર્ષ 2026ના અંત સુધીમાં એઆઇમાં 2 મિલિયનથી વધુ અભ્યાસકર્તાઓને તાલીમ આપવાની આઇબીએમની કટીબદ્ધતા સાથે આઇબીએમ સમગ્ર ગુજરાતની શાળાઓ અને યુનિવર્સિટીઝ માટે એઆઇ અભ્યાસક્રમ વિકસિત કરશે. આ સહયોગમાં સાક્ષરતા કાર્યક્રમો અને રાજ્યના પ્રોફેશ્નલ્સ માટે સર્ટિફિકેશન પણ સામેલ છે, જેથી એઆઇ-સંચાલિત ભાવિ અર્થતંત્ર માટે રાજ્યની પ્રતિભા સાથે પ્રોફેશ્નલ્સના કૌશલ્યોમાં વધારો કરી શકાય.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here