ત્રિવેણી 3એમપી (3 Master performances) કોન્સર્ટ ટુરનો અનાવરણ સમારંભ

0
15

ફેમ પ્લેયર્સ હેઠળ MH ફિલ્મ્સના સહયોગથી પ્રખ્યાત ગાયક અનુપ જલોટા, હરિહરન અને શંકર મહાદેવન, આખા ભારતમાં દર્શકોને આકર્ષિત કરવા માટે તૈયાર!

મુંબઈ, ભારત 30 ઑક્ટોબર 2024: ભારતના 12-શહેરોની એક અભૂતપૂર્વ સફર, ત્રિવેણી 3એમપી કૉન્સર્ટ ટુર,સત્તાવાર રીતે શરૂ થઇ ગઇ છે, જેમાં ભારતીય સંગીતના ત્રણ દિગ્ગજ-શ્રી અનુપ જલોટા, શ્રી હરિહરન અને શ્રી શંકર મહાદેવન- પોતાના પહેલા પ્રવાસ માટે એક સાથે આવી રહ્યા છે. આ ત્રિવેણી 3એમપી કૉન્સર્ટ ટુર પોતાના પરંપરાગત અને સમકાલીન ભારતીય સંગીતને એકસાથે લાવીને દર્શકોને એકલા અને સહયોગી (જુગલબંધી) પ્રદર્શનોની સાથે એક અવિસ્મરણીય અનુભવનું વચન આપે છે, જે ભારતના સમૃદ્ધ સંગીત વારસાને સુંદરતાનો અહેસાસ કરાવશે.

આ અત્યંત અપેક્ષિત ટુર MH ફિલ્મ્સ દ્વારા ફેમ પ્લેયર્સની અંતર્ગત સંચાલિત કરાશે, જે જાણીતા ફિલ્મ નિર્માતા મનીષ હરિશંકરની સર્જનાત્મક દ્રષ્ટિ છે, જે આ શો ના ડિરેકટર પણ છે. ચારફુટિયા છોકરે અને લાલી કી શાદી મેં લડ્ડુ દીવાના જેવી ફિલ્મોમાં પોતાના કામ માટે જાણીતા હરિશંકર કોન્સર્ટના અનુભવમાં એક સિનેમેટિક સ્પર્શ પર લઈ જાય છે. દરેક કોન્સર્ટમાં ડાયનેમિક સ્ટેજીંગ, હાઇ-ટેક વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ઇમર્સિવ લાઇટિંગ અને સિંક્રોનાઇઝ્ડ સ્ક્રીન પ્રોજેક્શન્સ હશે, જે દરેક ઉસ્તાદ ગાયકની શૈલીના અનોખા રૂપ જેવા અનુપ જલોટાની ભાવપૂર્ણ પ્રસ્તુતિઓ, હરિહરનની સુખદ ગઝલો, અને શંકર મહાદેવના હાઇ-એનર્જી કંપોઝીશન્સને ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયા છે. આ કૉન્સર્ટ ટુર માત્ર એક સંગીતમય પ્રવાસ કરતાં વધુનું વચન આપે છે અને સાથો સાથ આ એક ભવ્ય દ્રશ્ય પણ રજૂ કરે છે. એક કસ્ટમ-ક્રાફ્ટેડ સ્ટેજ, એક લાઇવ, સતત બદલાતા કેનવાસ તરીકે સેવા આપશે, જેમાં ઇન્ટરેક્ટિવ લાઇટ ડિસ્પ્લે હશે. હરિશંકરના અભિનવ નિર્દેશનમાં ઉન્નત મંચન અને ધ્વનિ તત્વ રજૂ કરવામાં આવ્યા છે, જે એક મોટા સંગીત ગ્રૂપની સાથે ત્રણ ઉસ્તાદોની કલાત્મકતાને વધારે છે.

ત્રિવેણી 3એમપી ટૂરને વિવિધ દર્શકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે આજીવન સંગીતપ્રેમીઓ અને આ શૈલીઓની શોધ કરનાર યુવા ચાહકો બંને માટે એક અનોખો સંગીત કાર્યક્રમનો અનુભવ પ્રદાન કરે છે. ઉચ્ચ-ઊર્જા પર્ફોર્મન્સની સાથે, આ કાર્યક્રમ એક વિશેષ લાઉન્જ વિસ્તાર પ્રદાન કરે છે જેમાં આરામદાયક બેઠકની જગ્યા, સોફા, રાઉન્ડ ટેબલ અને વધુ સામાજિક અને આરામદાયક અનુભવ માટે પ્રીમિયમ વિકલ્પ છે. આ સેટઅપ ભોજન અને જળપાન સેવાઓની સાથે પૂરી થાય છે, બધા ઉપસ્થિત લોકો માટે આરામદાયક વાતાવરણ સુનિશ્ચિત કરે છે, જે સંગીત સમારોહને એક સર્વવ્યાપી, આનંદદાયક અનુભવમાં બદલી નાંખે છે.

એક્સકલુઝિવ ટિકિટિંગ પાર્ટનર ઇનસાઇડર અને ઝોમેટો Live પ્રશંસકો માટે સુવ્યવસ્થિત ઍક્સેસ પ્રદાન કરશે, જે તમામ 12 શહેરોમાં ટિકિટ ઑનલાઇન ઉપલબ્ધ થઇ જશે. ત્રિવેણી 3એમપી ન્યૂ યર બોનાન્ઝા માટે અર્લી બર્ડ ટિકિટ 6 નવેમ્બરથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. પોતાની સીમિત ઉપલબ્ધતાના કારણે ચાહકોને આ અનોખા અનુભવ માટે પહેલેથી જ પોતાનું સ્થાન સુરક્ષિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ ટુર 27 ડિસેમ્બના રોજ અમદાવાદમાં શરૂ થશે, ત્યારબાદ 29 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં અને 30 ડિસેમ્બર, 2024ના રોજ ઈન્દોરમાં પ્રદર્શન કરવામાં આવશે, જે તેને શક્તિશાળી સંગીત અને કલાત્મકતાની સાંજ સાથે નવા વર્ષની ઉજવણી કરવાની એક આકર્ષક રીત બનાવી દેશે. આ કોન્સર્ટ ઉચ્ચ-ઉર્જા, ભાવનાત્મક રીતે રોમાંચક અનુભવો કરાવા માટે તૈયાર છે જેનાથી દર્શકોને વિસ્મયકારી અનુભવ મહેસૂસ કરવાની તક મળશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here