સિક્યોર્ડ બુક એસેટ બુક વૃદ્ધિમાં પરિણમી; NIM 9.2%એ એસેટ ક્વોલિટી સ્થિર – GNPA /NNPA અનક્રમે 2.5%/0.6%

0
16

કુલ લોન બુક વાર્ષિક ધોરણે 14% વધીને રૂ. 30,344 કરોડના સ્તરે;

જૂન 24માં 31.3% વિ. સપ્ટે 24માં સિક્યોર્ડ બુક 34.9%;

ડીપોઝીટ્સ વાર્ષિક ધોરણે 17% વધીને રૂ. 34,070 કરોડ; CASA વાર્ષિક ધોરણે 26% ઉપર;
CASA ગુણોત્તર 25.9%

બેંગાલુરુ 24 ઓક્ટોબર 2024: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમીટેડ [BSE: 542904; NSE: UJJIVANSFB], આજે 30 સપ્ટેમ્બર 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પ્રદર્શન (પર્ફોમન્સ)ની ઘોષણા કરી છે. 

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક બિઝનેસ પર્ફોમન્સનો સારાંશ – Q2FY25

  • એસેટ્સ
  • કુલ લોન રૂ. 30,344* કરોડ, 14% (વાર્ષિક ધોરણે)/ 1% (ત્રિમાસિક ધોરણે) વધુ
  • સિક્યોર્ડ બુક જૂન 24માં3% વિ. સપ્ટે. 24માં 34.9%
  • Q2FY25માં ડીસ્બર્સમેન્ટ્સ રૂ. 5,376 કરોડ, 6% (વાર્ષિક ધોરણે) નીચુ અને 2% (ત્રિમાસિક ધોરણે) વધુ
  • વસૂલાત અને એસેટ ક્વોલિટી
  • સપ્ટે 24માં વસૂલાત કાર્યક્ષમતા ~97%એ; NDA વસૂલાત સતત ~99%ના દરે
  • સપ્ટેમ્બર 24માં પોર્ટફોલિયો પર જોખમની ટકાવારી* 5.1%; સપ્ટે. 24માં GNPA* 2.5%ના દરે વિ. જૂન 24માં3% હતી; સપ્ટે 24માં NNPA* 0.6% વિ. જૂન 24માં 0.4%એ
  • Q2FY25 રૂ. 140 કરોડની માંડવાળ; સપ્ટે. 24માં જોગવાઇ કવરેજ ગુણોત્તર 78%#
  • ડીપોઝીટ્સ
  • સપ્ટે. 24માં ડીપોઝીટ્સ રૂ. 34,070 કરોડ, 17% (વાર્ષિક ધોરણે)/5% (ત્રિમાસિક ધોરણે) વધુ
  • CASA (વાર્ષિક ધોરણે) 26% વધીને રૂ. 8,832 કરોડ; CASA ગુણોત્તર સપ્ટે.24માં 9% વિ. જૂન 24માં 25.6%
  • રિટેલ TD^ રૂ. 15,914 કરોડના સ્તરે, 35% (વાર્ષિક ધોરણે)/2% (ત્રિમાસિક ધોરણે) વધુ
  • નાણાંકીય
  • Q2FY25માં NII રૂ. 944 કરોડ હતી, જે 15% (વાર્ષિક ધોરણે)/ 0.2% (ત્રિમાસિક ધોરણે) વધુ; Q2FY25માં NIM 2%ના સ્તરે
  • Q2FY25માં ખર્ચથી આવકનો ગુણોત્તર 60%
  • Q2FY25 PPoP રૂ. 461 કરોડના સ્તરે; Q2FY25 PAT રૂ. 233 કરોડ
  • Q2FY25માં RoA/RoE અનુક્રમે 2%/15.7%
  • મૂડી અને તરલતા
  • મૂડી પર્યાપ્તતા ગુણોત્તર4%, જ્યારે ટિયર-1 મૂડી સાથે 21.6%
  • સપ્ટે. 24માં કામચલાઉ દૈનિક સરેરાશ LCR 130% હતી 

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઇઓ શ્રી સંજીવ નૌટીયાલએ જણાવ્યુ હતુ કે, “ઉજ્જીવન હંમેશ માટે મજબૂત સ્થિતિમાં રહી છે અને ઉદ્યોગના અંતરાયોને સફળતાપૂર્વક પાર કર્યા છે તેજ રીતે અમારુ સ્થિતિસ્થાપક ધરાવતુ બિઝનેસ મોડેલ અને ઓન-ગ્રાઉન્ડ સ્થિતિની સુરક્ષિતતાએ અમને હંમેશા આવી સમસ્યાઓને આત્મવિશ્વાસપૂર્વક ઓળખી કાઢવા અને વ્યવસ્થાપન કરવા માટે તૈયાર રાખ્યા હતા. અમે અમારા અગાઉના ઇરાદાઓનો ઉલ્લેખ કર્યો હતો તેમ અમે અમારી અગાઉની ક્રિયાપ્રતિક્રિયાઓમાં ઉલ્લેખ કર્યો છે તેમ, અમે ઋણના ઊંચા સ્તરને કારણે સમગ્ર દેશમાં તણાવની પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હતા. આથી, અમે માઈક્રોફાઈનાન્સ સ્પેસમાં વૃદ્ધિના સંદર્ભમાં સાવચેતીભર્યો અભિગમ વિકસાવ્યો છે અને એસેટ ગુણવત્તાનું સંચાલન કરવા માટે અમારી તકેદારી વધારી છે.

ઉજ્જીવને તેની ઑફરિંગમાં વધુ સુરક્ષિત પ્રોડક્ટ્સ રજૂ કરીને તેના પોર્ટફોલિયોમાં જોખમ ઘટાડવાની સતત વ્યૂહરચના બનાવી છે. છેલ્લા 18 મહિનામાં બેંકે માઇક્રો મોર્ટગેજ, ગોલ્ડ લોન, વ્હીકલ લોન, એગ્રી અને વર્કિંગ કેપિટલ (SME) લોન જેવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે અને તેઓ દર મહિને એકંદર એસેટ બુકમાં વધુને વધુ યોગદાન આપી રહ્યા છે. આ સિક્યોર્ડ એસેટ પોર્ટફોલિયોમાં અમારી ઝડપી વૃદ્ધિમાં પણ પ્રતિબિંબિત થાય છે, જે ક્રમિક રીતે 12%ના દરે વધી રહી છે. હાલમાં અમારી સિક્યોર્ડ બુકનું યોગદાન જૂન 24માં 31.3% સામે સપ્ટે. 24માં 34.9% રહ્યુ હતુ. કુલ એસેટ બુક વાર્ષિક ધોરણે 14% /ત્રિમાસિક ધોરણે 1% વધીને સપ્ટે. 24માં રૂ. 30,344 કરોડ થઇ હતી. CD ગુણોત્તર 89%ના સ્તરે છે, જેમાં કુલ ડીપોઝીટ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 17%/ત્રિમિસિક ધોરણે 5%ના તંદુરસ્ત દરે વધીને રૂ. 34,070 કરોડ થઇ છે. ઉકેલ-આધારિત ઉત્પાદનોનો પરિચય અને વધુને વધુ ઉત્પાદન સ્યુટ અને ગુણવત્તાયુક્ત સેવાની ડિલિવરી ગ્રાહકોને આનંદ આપતી રહી છે. અમારી CASA ડીપોઝીટો વધીને રૂ. 8,832 કરોડ થઇ છે, જે ત્રિમાસિક ધોરણે 6%ના દરે વધી અને હાલમાં કુલ થાપણોમાં ~26% ફાળો આપે છે. અમારી ઘરેલુ સ્તરની એપ સર્વિસ ચેનલ્સ જેમ કે હેલ્લો ઉજ્જીવન વ્યક્તિગત લોન્સ સેગમેન્ટ માટેના પુનરાવર્તન, પૂર્વ-મંજૂર અને ટોપ-અપ લોન્સ જેવી સ્વ-ઓનબોર્ડીંગ પ્રક્રિયા સાથે સક્ષમ છે, વધમાં અમે કર ચૂકવણી ચૂકવણી દ્વારા અમારી બેઝનેસ નેટ બેન્કિંગને વિકસાવવાનું અને સુધારો કરવાનું ચાલુ રાખ્યુ છે. તદુપરાંત અમે AD-1 લાયસન્સ પણ મેળવી લીધુ છે જે અમને અસંખ્ય ફોરેક્સ સેવાઓ પ્રદાન કરવામાં, તેમજ એમએસએમઇ અને રિટેલ ગ્રાહકોને અપાતી ઓફરિંગ્સમાં વધારો કરવામાં સહાય કરશે. તે વધુમાં આગામી ત્રિમાસિક ગાળામાં અમારી અન્ય આવકમાં લાભકારક નીવડશે. વસૂલાતો થોડી માઠી અસર પડી છે, તેનું મુખ્ય કારણમાં સપ્ટે. 24માં ગ્રુપ લોન સેગમેન્ટમાં 97%નો થયેલો વધારો છે, જે જૂન 24માં 98% હતો. તે બાબત એકંદરે GNAP જે સપ્ટે. 24માં 2.5% હતી તેની પર દેખાતા તણાવમાં પણ પ્રદર્શિત થાય છે, જે જૂન 24માં 2.3%ના સ્તરે હતી. MFIN માર્ગદર્શિકાઓની તુલનામાં કડક નિયમો લાગુ પાડીને અમારો સાવચેતીપૂર્ણ અભિગમ ગુણવત્તાયુક્ત સંપાદનની ખાતરી કરશે.

ત્રિમાસિક ગાળા માટેની NIM 9.2%ના સ્તરે હતી જેને 7.5%ના સ્થિર કોસ્ટ ઓફ ફંડ્ઝનો ટેકો હતો. ત્રિમાસિક ગાળા માટેની PPoP રૂ. 461 કરોડ હતી અને ત્રિમાસિક ગાળા માટેની PAT રૂ. 233 કરોડના સ્તરે હતી. અમારા માઈક્રો ફાઈનાન્સ બિઝનેસ બુક પર માઠી અસરને કારણે અને વધતી જતા ધિરાણ ખર્ચને કારણે પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં ઘણી ધીમી વૃદ્ધિને કારણે આ અસર થઈ હતી. અમે અમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ કરીને, સુરક્ષિત એસેટ પોર્ટફોલિયોમાં વધારો કરીને, અમારી શક્તિઓનો લાભ ઉઠાવીને અને જનતા માટે વ્યાપકપણે સ્વીકૃત બેંક તરીકે અમારી જાતને રજૂ કરીને ‘ભવિષ્યની બેંક’ બનાવવા માટે પ્રગતિ કરી રહ્યા હોવાથી અમને અમારા વ્યવસાય પ્રત્યે વિશ્વાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here