અમદાવાદમાં મુખ્યાલય ધરાવતા રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું

0
23

અમદાવાદ 24 ઓક્ટોબર 2024: પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે બીએસઇ એસએમઇ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 27,90,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 20,00,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. ઓફર ફોર સેલ સેલિંગ શેરહોલ્ડર્સ બીના પંચાલ, કૃણાલ પંચાલ, નેહલ પંચાલ, રાજેન્દ્ર બલદેવભાઇ પટેલ, પ્રફુલ પટેલ, વિશાલ પટેલ, કલાબેન કાંતિભાઇ પટેલ અને જ્યોત્સના રમેશ પટેલ દ્વારા કરાઇ રહ્યું છે.

આઇએસકે એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

આરપીએસએલ ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટના બિઝનેસમાં કાર્યરત છે તથા પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટી, પીએસયુ, ખાનગી કંપનીઓને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીની વૈવિધ્યસભર સેવાઓમાં EHV/HV/LV અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક્સ, ઇએચવી સબસ્ટેશન તથા ઓએન્ડએમ પ્રવૃત્તિઓ વગેરે સામેલ છે.

ડીઆરએચપી મૂજબ આરપીએસએલ આઇપીઓમાંથી પ્રાપ્ત ભંડોળના રૂ. 25.10 કરોડનો ઉપયોગ કેબલ આઇડેન્ટિફિકેશન, ટેસ્ટિંગ અને ફોલ્ટ લોકેશન ઉપકરણો (રૂ. 17.94 કરોડ), 1300 કેવીની ક્ષમતા સાથે ડીસી સોલર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવા (રૂ. 4.16 કરોડ) તથા ગ્રીન હાઇડ્રોજન અને સહયોગી ઉપકરણો જેમકે ઇલેક્ટ્રોલાઇઝર્સ ઇન-હાઉસ (રૂ. 3 કરોડ)ના ઉત્પાદન માટે ટેકનિકલ કુશળતા વિકસિત કરવા માટેની દરખાસ્ત ધરાવે છે. કંપની રૂ. 30 કરોડ કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.

For more information, please visit: www.rajeshpower.com   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here