કાઈનેટિક ગ્રીન દ્વારા નવી ડીલરશિપનું ઉદઘાટન કરીને રાજકોટમાં ઈવી હાજરી વધુ મજબૂત બનાવી

0
14

ગુજરાત, રાજકોટ 18 ઓક્ટોબર 2024: ભારતની અવ્વલ ઈલેક્ટ્રિક ટુ અને થ્રી-વ્હીલર ઉત્પાદક કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર લિમિટેડ સોલ્યુશન્સ રાજકોટમાં તેની નવીનતમ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ડીલરશિપ શરૂ કરવાની ઘોષણા કરવા માટે રોમાંચિત છે. ડીલરશિપ હિંદુસ્તાન ટ્રેડિંગ કોર્પોરેશન ગ્રીન ઈલેક્ટ્રિક વાહનોના શોખીન શ્રી કાર્તિક દોશીની માલિકીની અને સંચાલિત છે, જે દિનેશ ચેમ્બર, 9 જયરામ પ્લોટની સામે, કેનાલ રોડ, રાજકોટ ખાતે સ્થિત છે. આ ભવ્ય શુભારંભ રાજ્યમાં તેની હાજરી વિસ્તારવાની બ્રાન્ડની કટિબદ્ધતામાં નોંધપાત્ર માઈલસ્ટોન છે.

ઉદઘાટન સમારંભમાં રાજકોટનાં વિધાનસભ્ય શ્રીમતી દર્શિતા શાહ હાજર હતાં. આ કાર્યક્રમ દરમિયાન શ્રીમતી શાહે હવામાન પરિવર્તન અને પ્રદૂષણને પહોંચી વળવા માટે ઈલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી)ની મહત્ત્વપૂર્ણ ભૂમિકા આલેખિત કરતાં સક્ષમ ભવિષ્યના મહત્ત્વ અને તે વ્યાપક રીતે અપનાવવાની જરૂર પર ભાર આપ્યો હતો.

કાઈનેટિક ગ્રીનની રાજકોટમાં નવી ડીલરશિપ સમર્પિત સર્વિસ સપોર્ટ સાથે મોકળાશભર્યા એકમનો સમાવેશ થાય છે. ડીલરશિપ  ભારતીય ગ્રાહકોની ચોક્કસ જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરાયેલી ઈ-લુના, ઈ-ઝુલુ અને ઝિંગ સહિત ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની કાઈનેટિક ગ્રીન્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણી ગૌરવપૂર્વક પ્રદર્શિત કરે છે. આ મોડેલ અનોખી ફાચર્સ તરીકે સ્માર્ટ, શાર્પ અને સ્લીક ડિઝાઈન ઓફર કરીને અત્યાધુનિક ટેકનોલોજી સાથે સક્ષમતાને સહજ રીતે સંમિશ્રિત કરે છે.

ડીલરશિપના વિસ્તરણ પર બોલતાં કાઈનેટિક ગ્રીનના 2-વ્હીલર બિઝનેસના પ્રેસિડેન્ટ પંકજ શર્માએ જણાવ્યું હતું કે, “અમને રાજકોટમાં નવી ડીલરશિપનું ઉદઘાટન કરવાની ઘોષણા કરવામાં ખુશી થાય છે, જે ગુજરાતમાં અમારી હાજરી વિસ્તારવા માટે વ્યૂહાત્મક પગલું છે. આ માઈલસ્ટોન ભારતભરમાં ઈલેક્ટ્રિક મોબિલિટી પહોંચક્ષમ બનાવવા અને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અમારી કટિબદ્ધતા અધોરેખિત કરે છે. શોરૂમમાં અમારી સમર્પિત ટીમ આસાન ખરીદી અનુભવ, સેવા સપોર્ટ પ્રદાન કરવા અને ગ્રાહકોને તેમની ખરીદીમાં માહિતગાર નિર્ણય લેવા માટે સશક્ત બનાવવા કેન્દ્રિત છે.’’

આ વિશે બોલતાં રાજકોટમાં હિંદુસ્તાન ટ્રેડિંગ કોર્પોરેશન ગ્રીનના માલિક શ્રી કાર્તિક દોશીએ જણાવ્યું હતું કે, ‘‘અમે કાઈનેટિક ગ્રીન સાથે ભાગીદારી કરવામાં ભારે રોમાંચિત છીએ અને અમારા વેપારમાં તેમણે આપેલો ટેકો અને દર્શાવેલા વિશ્વાસ માટે આભારી છીએ. અમારું લક્ષ્ય ગ્રાહકોને વિશ્વ કક્ષાનો સેવા અનુભવ મળે તેની ખાતરી રાખવા સાથે માહિતગાર નિર્ણય લેવા તેમને મદદરૂપ થવા માટે ઉચ્ચ કક્ષાની સેવાઓ અને નિષ્ણાતોનું માર્ગદર્શન આપવાનું છે. ઈવી બજાર ઝડપથી વૃદ્ધિ પામી રહી છે ત્યારે મને વિશ્વાસ છે કે આ ડીલરશિપ રાજકોટમાં ઈકો-ફ્રેન્ડ્લી પરિવહન સમાધાન પ્રમોટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here