મોડલિંગ એક્ટિંગમાં પોતાનું આગવું સ્થાન ધરાવતી આ અભિનેત્રીએ જયપુર આ ફેશન વીકમાં ભાગ લીધો હતો
અમદાવાદ 22 સપ્ટેમ્બર 2024: ટીએમસી ફેશન વીક એડીશન-૧ નું ૨૧ સપ્ટેમ્બરના રોજ જીમખાના ક્લબ એન્ડ રિસોર્ટ જયપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પ્રખ્યાત મોડલ એક્ટ્રેસ કોમલ સિંધી એ વિશેષ હાજરી આપી હતી.
કોમલ સિંધી એ બાળપણ થી જ મોડલીંગ કરવામાં રસ હતો ત્યારે કોઈના આધાર વિના એકલાં હાથે કોમલ એ ડાન્સિંગ મોડલિંગ એક્ટિંગ કરીને પોતાનું નામ આ ઇન્ડસ્ટ્રી માં કર્યું છે. બ્યુટીફુલ ચાર્મિગ એક્ટ્રેસ કોમલ સિંધી નો મુખ્ય ઉદ્દેશ મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં મોખરા નું નામ મેળવવાનું છે.
કોમલ એ ધણી ફિલ્મો માં પોતાની છાપ છોડી છે હવે તે બ્યુટી પેજન્ટ ટીએમસી ફેશન વીક એડીશન ૧ માં ભાગ લીધો હતો જેમાં રેમ્પ વોક કરી કોમલ એ લોકોનું દિલ જીતી લીધું હતું આગળ પણ કોમલ ના ધણા પ્રોજેક્ટ પાઇપલાઇન માં છે.