અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા શહેરના ટોપ ૫૦૦ વિધાર્થીઓને સન્માનિત કરી વિશ્વ લોકશાહી દિવસ ઉજવ્યો

0
17

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા વિશ્વ લોકશાહી દિવસના દિવસે અમદાવાદનાં તેજસ્વી  વિદ્યાર્થીઓના સન્માન સમારંભ એચ.કે.ઓડિટોરિયમ ખાતે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ તથા નોલેજ પાર્ટનર Red & White મલ્ટીમેડિયા એજ્યુકેશનના સહયોગથી યોજવામાં આવ્યો.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા અમદાવાદ શહેરના ટોપ રેન્ક ધરાવતા ૫૦૦ વિદ્યાર્થીઓને દેશની મજબૂત લોકશાહી વિષે માહિતગાર કરીને લોકશાહીના જતન વિશે સભાન કર્યા હતા અને ગૂગલ AI અને સોશિયલ મીડિયા ઉપકરણોનો  સકારાત્મક ઉપયોગ કરીને સફળ કારકિર્દી બનાવવા માટે વિધાર્થીઓને પ્રેરિત કર્યા હતા, આ પ્રસંગે ઇન્ટરનેશલ ભાગવત કથાકાર ડો. લંકેશ બાપુએ  વિદ્યાર્થીઓને આશીર્વચન આપી આશીર્વાદ આપ્યા હતા જ્યારે શિક્ષણવિદ અને સાહિત્યકાર ડો મફતલાલ પટેલે પણ શિક્ષણની અદ્યતન પ્રણાલી અને ધ્યેય પ્રાપ્તિ વિશે જાગૃત કર્યા હતા

અમદાવાદ એજ્યુકેશન ગ્રૂપના ચેરમેનશ્રી વિજયભાઈ મારુ દ્વારા મહેમાનોના સ્વાગત પરિચયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રમુખશ્રી સતિષભાઈ શાહ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટો અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રેસિડન્ટ હેમાંગ રાવલ અને જાણીતા કેરિયર ગાઈડ, શિક્ષણવીદ શ્રી મનીષ દોશી પણ ઉપસ્થિત રહ્યા હતા

ઉપસ્થિત મહેમાનશ્રીઓના હસ્તે AEG ની ડાયરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. શ્રી એસ.આઈ.ત્રિવેદી દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના કન્વીનરશ્રી કે. ડી. મુદલિયાર દ્વારા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ગોઠવેલ હતી. વિદ્યાર્થી સન્માન અને લોકશાહીની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ એજ્યુકેશન ટીમના સભ્યોશ્રી સંજયભાઈ પરમાર, રાકેશભાઈ પરમાર, ઝંકૃતભાઈ આચાર્ય, રામભાઈ આહીર, રૌફભાઈ, દિપકભાઇ પરમાર, સરજુભાઈ ચૌહાણ, વિરલભાઈ શાહ, બીપીનભાઈ ખંડવી, મનીષ વ્યાસ,મનીષ પંચાલ અનિલ ડાંગી, નિલેશ જોશી સહિતના કમિટી સભ્યોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here