વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનનો શુભારંભ કરે છે હિન્દુસ્તાન ઝીંક – ઈવેન્ટ પોસ્ટર અને રેસ ડે જર્સી લોંચ કરી

0
119

આગામી 29મી સપ્ટેમ્બર 2024ના રોજ નિર્ધારિત મેરેથોન માટે રજિસ્ટ્રેશન શરૂ

ઉદયપુરના કલેક્ટર શ્રી અરવિંદ પોસવાલ, ઉદયપુરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી અજયપાલ લાંબા અને હિન્દુસ્તાન ઝીંકના સીઈઓ શ્રી અરુણ મિશ્રા આ લોંચ ઈવેન્ટમાં ઉપસ્થિત રહી શોભા વધારી

06 સપ્ટેમ્બર 2024: હિન્દુસ્તાન ઝીંક લિમિટેડે (NSE: HINDZINC) આગામી 29 સપ્ટેમ્બર, 2024ના રોજ આયોજિત સૌપ્રથમ વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનની ઘોષણા કરીને ગ્રામિણ કૂપોષણ સામેની લડતમાં સીમાચિહ્નરૂપ પગલું ભર્યું છે. આ નોંધપાત્ર ઈવેન્ટની ઉજવણીના ભાગરૂપે, કંપનીએ સત્તાવાર મેરેથોન પોસ્ટરનું અનાવરણ કર્યું છે, જેમાં ઝીંક સિટી તરીકે પ્રખ્યાત ઉદયપુરના સોહામણા દૃશ્યોને દર્શાવાયા છે, અને તેની સાથે #RunForZeroHunger માટેના સત્કાર્ય દ્વારા ગ્રામિણ કૂપોષણ સામે લડતની મહત્ત્વપૂર્ણ થીમ ઉપર પણ ભાર મૂક્યો છે. આ સત્તાવાર રેસ-ડે જર્સીમાં ઉડીને આંખો વળગે તેવો ભૂરો રંગ ફતેહસાગર લેકના મહમોહક દૃશ્યથી પ્રેરિત છે, અને તેના અનાવરણના શુભપ્રસંગે ઉદયપુરના કલેક્ટર શ્રી અરવિંદ પોસવાલ, ઉદયપુરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલિસ શ્રી અજયપાલ લાંબા, હિન્દુસ્તાન ઝીંકના સીઈઓ અને ઉત્સાહી મેરેથોનર શ્રી અરુણ મિશ્રા તથા એનીબડી કેન રનના (એબીસીઆર) સ્થાપક ડો. મનોજ સોની ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્તાન ઝીંક દ્વારા આયોજિત વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોન એ એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ (એઈમ્સ) અને ગર્વભેર એઈમ્સ પ્રમાણપત્ર ધરાવતી ડિસ્ટન્સ રેસીસનું સત્તાવાર સભ્ય છે. ભારતની સૌથી સુંદર મેરેથોન તરીકે ગણાવાયેલી આ ઈવેન્ટ શાંતિપૂર્ણ ફતેહસાગર લેક અને અલૌકિક અરવલ્લી ગિરિમાળાઓની ફરતે તૈયાર કરાયેલા રૂટ પર અતુલ્ય અનુભૂતિ પ્રદાન કરશે તે નિશ્ચિત છે. ગ્લોબલ રનિંગ કેલેન્ડરમાં સ્થાન ધરાવતા સહભાગીઓ આ ઈવેન્ટમાં જોડાઈને ઉદયપુરના સમૃદ્ધ વારસાના સાક્ષી બનવાની સાથે મહારાણા પ્રતામ સ્મારક, સહેલીયો કી બાડી, અને અત્યંત પવિત્ર નીમચ માતા મંદિરની પહાડીઓ જેવા સીમાચિહ્નો પાસેથી પસાર થશે. આ મેરેથોન દ્વારા પાનખરના આગમનની પણ વધાઈ અપાશે, જે આ સોહામણા શહેર માટે સૌથી નયનરમ્ય ઋતુ ગણાય છે.

આ ઈવેન્ટની સુંદરતામાં ચારચાંદ લગાવતા, આ મેરેથોન લોગોના પોટ્રેઈટની રચના 1,400થી વધુ રૂબિક ક્યૂબ્સના ટુકડાના ઉપયોગ દ્વારા કરાઈ છે. હિન્દુસ્તાન ઝીંકના જ એક કર્મચારી સુમીત દ્વિવેદી દ્વારા માત્ર 6 કલાકના વિક્રમજનક સમયમાં આ કલાકૃતિ તૈયાર કરાઈ છે, જેમની કામગીરીને રાષ્ટ્રીય સ્તરની જાણીતી હસ્તીઓ બિરદાવી ચૂકી છે. આ ઈવેન્ટમાં વિશ્વવિખ્યાત રેતકલાના કસબી કૌશિક પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉદયપૂરના સમૃદ્ધ ઇતિહાસ અને આ મેરેથોનના મિશનનું વર્ણન કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સત્તાવાર મેરેથોન પોસ્ટર અને રેસ-ડે જર્સીને એક પ્રદર્શન દ્વારા લોંચ કરાઈ હતી, જેમાં ઉપસ્થિત રહેલાઓએ ભૂરા રંગનું મહિમામંડન કરતા તેને શહેરના આઈકોનિક ફતેહસાગર લેકના પ્રતિક સમાન ગણાવ્યું હતું.

હિન્દુસ્તાન ઝીંકના ચેરપર્સન, પ્રિયા અગરવાલ હેબ્બર આ પ્રસંગે વર્ચ્યુઅલી જોડાયા હતા અને વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોનના લોંચ પ્રસંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ગ્રામિણ કૂપોષણને દૂર કરવાની મહત્ત્વતા પર ભાર મૂકતા તેમણે ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે મેરેથોનમાં લોકોને સાથે જોડવાની તાકાત છે.

આ સમગ્ર ઈવેન્ટ દરમિયાન વિવિધ મહાનુભાવોએ ઉદયપુરના વારસા ઉપરાંત દોડવાના મહત્ત્વ, અને ઝીંકથી સમૃદ્ધ આહાર દ્વારા ગ્રામિણ કૂપોષણ સામે લડતના મહત્ત્વના ઉદ્દેશ વિશે વાતો કરી હતી. ઉદયપુરના જિલ્લા કલેક્ટર, શ્રી અરવિંદ પોસવાલે આ ઈવેન્ટ માટે પોતાનો રોમાંચ વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે ઉદયપુરની સાંસ્કૃતિક પ્રણાલિમાં અત્યારસુધી કાંઈક ખૂટતું હતું તો તે ફક્ત એક મેરેથોનનું આયોજન હતું. આ મેરેથોન વડે ઉદયપુરનું સ્થાન આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી જશે અને દોડવીરોને પણ ભારતની સૌથી આઈકોનિક સિનેરી ધરાવતા રૂટ પર દોડવાનો અનુભવ પ્રાપ્ત થશે. જ્યારે ઉદયપુરના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, શ્રી અરવિંદપાલ લાંબાએ આ ઈવેન્ટને પોતાનું સમર્થન વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ મેરેથોનના લોંચ થવાથી ઉદયપુર વિશ્વના નકશા પર પોતાનું સ્થાન પાક્કું કરી લેશે. આ મેરેથોન ઉદયપુરને વધુ વાઈબ્રન્ટ બનાવશે, અને શહેરના વિકાસમાં પણ એક હરણફાળ બનશે. તેનાથી દરેકજણને તંદુરસ્ત રહેવાની સાથે વધુ ચુસ્ત જીવનશૈલીને અપનાવવાની તક પણ પ્રાપ્ત થશે.

હિન્દુસ્તાન ઝીંકના સીઈઓ અરુણ મિશ્રાએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “મેરેથોન એ પોતાની અંદરના રોમાંચને બહાર લાવવાની સાથે હળવાશ અનુભવવા તેમજ દરેક વળાંકે રહેલી વાર્તાને જાણવાનો અદભુત રસ્તો છે. હું દરેક શહેરમાં ત્યાંના અદભુત લોકોને મળ્યો છું અને દરેક શહેરની નવીનતા સાથે તેની ખાસિયતોને શોધી છે. વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોન ગ્રામિણ કૂપોષણને નેસ્તોનાબુદ કરવા માટેના સત્કાર્ય માટે વિશ્વભરના સહભાગીઓને એક કરશે. આપણા હૃદયમાં ગ્રામિણ કુપોષણ સામે લડત ચલાવવાના મિશનને આપણા હૃદયમાં રાખીને ઉદયપુરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની વચ્ચેથી પસાર થતાં ઝીંક સિટીમાં દોડવા હું ખૂબ ઉત્સુક છું”

ઝીંક ખાણકામમાં 2,500 વર્ષનો વારસો ધરાવતું ઉદયપુર ઝીંક સિટીનું ઉપનામ પણ ગર્વભેર ધરાવે છે. ઝીંકની ભૂગર્ભી ખાણો તેમજ ભારતના પ્રથમ ઝીંક સ્મેલ્ટરની સાથે, આ શહેરનો સાંસ્કૃતિક વારસો અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં તેની મહત્ત્વની ભૂમિકા એ આ મેરેથોનની કહાણીના હાર્દમાં છે. આની કેટેગરીમાં હાફ મેરેથોન (21 કિલોમીટર), કૂલ રન (10 કિલોમીટર) અને ડ્રીમ રન (5 કિલોમીટર) સામેલ છે, ત્યારે આ ઈવેન્ટ વિશ્વભરના દોડવીરો, બંને પ્રોફેશનલ અને એમેચ્યોર માટે અવિસ્મરણીય અનુભવનું વચન આપે છે.

વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોન માટે રજિસ્ટર થવા અને આ પ્રેરણાયાદી સફરનો હિસ્સો બનવા કૃપા કરીને આ લિંક પર મુલાકાત લો: https://www.townscript.com/e/vedanta-zinc-city-half-marathon-2024

વધુ વિગતો માટે કૃપા કરીને મુલાકાત લો: https://vedantazchm.abcr.in/

વેદાન્તા ગ્રુપની કંપની, હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ એ વિશ્વની બીજી સૌથી મોટી ઝીંક ઉત્પાદક અને ત્રીજી સૌથી મોટી ચાંદીની ઉત્પાદક કંપની છે. આ કંપની 40થી વધુ દેશમાં સપ્લાય કરે છે અને ભારતમાં પ્રાથમિક ઝીંક બજારમાં આશરે 75% બજાર હિસ્સો ધરાવે છે. હિન્દુસ્તાન ઝીંકને એસએન્ડપી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેઈનેબિલિટી એસેસમેન્ટ 2023 દ્વારા ધાતુ અને ખાણકામ કેટેગરીમાં વિશ્વની સૌથી સાતત્યપૂર્ણ કંપનીનું બિરૂદ પ્રાપ્ત થયું છે, જે તેની વહીવટી સર્વોત્તમતા, નવતરતા, અને અગ્રણી ઈએસજી પ્રણાલિઓનું પરાવર્તન કરે છે. આ કંપનીએ એશિયાની સૌપ્રથમ નીચી કાર્બન માત્રા ધરાવતી ‘ગ્રીન’ ઝીંક બ્રાન્ડ, ઈકોઝેનને પણ લોંચ કરી છે. પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ કરીને ઉત્પાદિત ઈકોઝેન ઝીંકના પ્રતિ ટન જેટલા ઉત્પાદિત ઝીંકના જથ્થા માટેનો કાર્બન ફૂટપ્રિન્ટ 1 ટનથી પણ ઓછો છે, જે વિશ્વની સરેરાશ કરતા આશરે 75% નીચો છે. હિન્દુસ્તાન ઝીંક એ 2.41 વખત પ્રમાણિત વોટર-પોઝિટિવ કંપની પણ છે અને તે 2050 અથવા તેથી પહેલાં શૂન્ય ચોખ્ખું ઉત્સર્જન હાંસલ કરવા વચનબદ્ધ છે. ધાતુ અને ખાણકામ ઉદ્યોગમાં વૈશ્વિક અગ્રણી તરીકે, હિન્દુસ્તાન ઝીંક એ સાતત્યપૂર્ણ ભવિષ્ય માટે વૈશ્વિક ઊર્જા ઉત્ક્રાંતિ માટે આવશ્યક ચાવીરૂપ ધાતુ પૂરી પાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એનીબડી કેન રન (એબીસીઆર) સંસ્થાની સ્થાપના ડો. મનોજ સોનીએ કરી હતી અને રમતગમતની વિવિધ ઈવેન્ટ્સ દ્વારા આરોગ્ય, ફીટનેસ અને સામુદાયિક ભાવનાને પ્રોત્સાહિત કરવા સમર્પિત સંસ્થા છે. એબીસીઆર એ માત્ર વેદાન્તા ઝીંક સિટી હાફ મેરેથોન જેવી મેરેથોન જ આયોજિત નથી કરતી, પરંતુ ફીટનેસને દરેક માટે પહોંચપાત્ર અને અર્થપૂર્ણ બનાવે છે. અમારું મિશન વધુ તંદુરસ્ત અને સક્રિય જીવનશૈલીને પ્રેરિત કરનારી પ્રવૃત્તિઓમાં સમુદાયોને જોડીને સુખાકારીની સંસ્કૃતિની રચના કરવાની સાથે સામાજિક જવાબદારી પણ અદા કરવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here