ચેન્નાઈ, 24 ઓગસ્ટ 2024: ભારે ડ્રામા અને ટ્વિસ્ટ વચ્ચે ઈંગ્લેન્ડના લીડ્સના દિગ્ગજ જોન લાનકાસ્ટર તથા શિલોન્ગના 17 વર્ષીય જેડન રેહમાન પેરિયાટે અનુક્રમે ઈન્ડિયન રેસિંગ લીગ અને ફોર્મ્યૂલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ રેસ પોતાના નામે કરી હતી, જે કિંગફિશર સોડાના સમર્થનથી મદ્રાસ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે શનિવારે યોજાઈ હતી.
હૈદરાબાદ બ્લેકબર્ડ ટીમનો હ્યુ બાર્ટર એફ4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ રેસ સરળતાથી જીતી શકે તેમ હતો ત્યારે રિટાયર થયો હતો. જેથી પેરિયટ (બેંગ્લુરુ સ્પીડસ્ટર્સ) ફર્સ્ટ પોઝિશન મળી. તે પછી સ્વિત્ઝર્લેન્ડનો નીલ જાની પણ જીતની નજીક હોવા છતાં હટી ગયો ને લાનકાસ્ટર (ચેન્નાઈ ટર્બો રાઈડર્સ)ને જીત ભેટમાં આપી.
લાનકાસ્ટર અને પેરિયટ ઉપરાંત રુહાન આલવા સૌથી વધુ લાઈમલાઈટમાં રહ્યો, બેંગલુરુના આ ટીનેજર ખેલાડીએ શારાચી રાર્હ બેંગાલ ટાઈગર્સ તરફથી બંને રેસમાં પોડિયમ ફિનિશ કર્યું હતું. 39 વર્ષીય લાનકાસ્ટરે નાટ્યાચત્મક IRL રેસ-1 એ ડ્રાઈવર્સ માટે જીતી હતી. પોર્ટુગલનો અલવારો પરાન્ટે (સ્પીડ ડેમોન્સ દિલ્હી) બીજા ક્રમે રહ્યો, જ્યારે ઝડપી આગળ વધતા આલવાએ ત્રીજા ક્રમ હાંસલ કર્યો.
ફોર્મ્યૂલા-4 રેસમાં પેરિયટે પ્રથમ લેપથી જ પોતાના વિજયી કેમ્પેનનો પાયો નાંખ્યો હતો. જે પછી દ.આફ્રિકાના અકીલ અલીભાઈ (બ્લેક બર્ડ્સ હૈદરાબાદ) એ બીજું સ્થાન અને રુહાન આલવા એ અહીં પણ સફળતાપૂર્વક ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપમાં ફોર્મ્યૂલા એલજીબી એફ-4 (રેસ-1, 8 લેપ)માં કોઈમ્બતૂરનો બાલા પ્રકાશ પ્રથમ સ્થાને રહ્યો, જ્યારે બેંગલુરુ, એમસ્પોર્ટનો અભય મોહન બીજા ક્રમે રહ્યો હતો, એમસ્પોર્ટનો જ રઘુલ રંગાસામી ત્રીજા ક્રમે રહ્યો. આરઈ કોન્ટિનેન્ટલ જીટી કપ (રેસ-1, 6 લેપ)માં પ્રોફેશનલ્સમાં અનિશ શેટ્ટી, નવનીથ કુમાર એસ અને જગદીશ નાગરાજાએ અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને રહી પોડિયમ ફિનિશ કર્યું. એમેચ્યોરમાં યોગેશ પી, જોહરિંગ વારિસ અને નિજીન એ અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને રહી પોડિયમ ફિનિશ કર્યું.