મુંબઇ 21 ઓગસ્ટ 2024: ભારતના સૌથી મોટા કમર્શિયલ વ્હીકલ નિર્માતા ટાટા મોટર્સે આજે જાહેર કર્યું છે કે તે દેશભરમાં 250 નવા ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરીને તેના ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવા ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા અને થન્ડરપ્લસ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સહયોગ કરી રહી છે. દિલ્હી, મુંબઇ, ચેન્નઇ, બેંગ્લોર, પૂના અને કોચી સહિત 50થી વધુ શહેરોની અંદર અને આસપાસ વ્યૂહાત્મક કેન્દ્રો ઉપર સ્થિત આ નવા ચાર્જિંગ સ્ટેશન વર્તમાન 540 કમર્શિયલ વ્હીકલ ચાર્જિંગ પોઇન્ટ્સના નેટવર્કમાં નોંધપાત્ર વધારો કરશે.
ઇ-કોમર્સ કંપનીઓ, પાર્સલ અને કુરિયર સર્વિસ પ્રોવાઇડર તથા બીજા ઉદ્યોગો તેમનું કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે લાસ્ટ-માઇલ ડિલિવરી માટે કમર્શિયલ ઇવી અપનાવી રહ્યાં છે. કમર્શિયલ ઇવી મૂવમેન્ટ વિશે પોતાની સમજણને આધારે ટાટા મોટર્સ આ ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે આદર્શ સ્થળ અને નજીકની ડીલરશીપની ભલામણ કરશે. ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ જરૂરી હાર્ડવેર સપ્લાય કરશે, જ્યારેકે થન્ડરપ્લસ સોલ્યુશન્સ તેને સ્થાપિત અને સંચાલિત કરશે.
આ સહયોગ વિશે વાત કરતાં ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ – એસસીવીએન્ડપીયુ, વિનય પાઠકે જણાવ્યું હતું કે, “અમારો પ્રયાસ ઉત્સર્જન મુક્ત કાર્ગો પરિવહનને સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. વધુ ઉપયોગમાં લેવાતા માર્ગો ઉપર ઉપલબ્ધ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ્સ પસંદ કરવા માટે પ્રોત્સાહિત થશે અને વ્હીકલ અપટાઇમમાં સુધારો થતાં વધુ આવક અને સારી નફાકારકતામાં પરિણમે છે તેમજ સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણમાં યોગદાન આપી શકાશે. અમારી ડીલરશીપ ખાતે ફાસ્ટ ચાર્જર સ્થાપિત કરવાથી વિશ્વસનીય ચાર્જિંગ સુવિધા સાથે અનુકૂળ સ્થળની પહોંચ મેળવવી સુવિધાજનક બની જાય છે.”
ડેલ્ટા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું પ્રતિનિધિત્વ કરતાં તેના મેનેજિંગ ડિરેક્ટર નિરંજન નાયકે જણાવ્યું હતું કે, “ડેલ્ટાનું લક્ષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે ઇનોવેટિવ, સ્વચ્છ અને ઉર્જા-કાર્યક્ષમ ઉકેલો પ્રદાન કરવાનું છે. ટાટા મોટર્સ અને થન્ડરપ્લસ સાથેના સહયોગથી અમે ભારતમાં ઇલેક્ટ્રિક કાર્ગો ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીશું. અમારી અદ્યતન ચાર્જિંગ ટેક્નોલોજી દેશભરમાં યુઝર્સ માટે ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલના અનુભવમાં વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.”
થન્ડરપ્લસ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ રાજીવ વાયએસઆરે કહ્યું હતું કે, “અમે આ મહત્વપૂર્ણ પહેલમાં ટાટા મોટર્સ અને ડેલ્ટા સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. ઉત્તમ ચાર્જિંગ સોલ્યુશન્સ સાથે ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ ગ્રાહકોને સક્ષમ કરવા ઉપર અમારું ધ્યાન છે, જે અનુકૂળ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે. આ સહયોગ સમગ્ર ભારતમાં ટકાઉ પરિવહન ઉકેલોને આગળ ધપાવવાના અમારા મીશન સાથે સંપૂર્ણપણે એકીકૃત છે. આ પહેલ અમારા કેમ્પેઇન #HarGharThunder સાથે એકદમ સુસંગત છે, જે દ્વારા અમે દરેક ઘર માટે ચાર્જિંગ પોઇન્ટ વાજબી બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જેથી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગની ઉપલબ્ધતામાં વધારો થાય, જેથી ચાર્જિંગની ચિંતા દૂર થાય.”
ટાટા મોટર્સ લાસ્ટ-માઇલ ડિલિવરી માટે ભારતના સૌથી અદ્યતન ફોર-વ્હીલ ઇ-કાર્ગો સોલ્યુશન એસ ઇવી ઓફર કરે છે. તે દેશભરમાં 150થી વધુ ઇલેક્ટ્રિક વ્હીકલ સર્વિસ સેન્ટર્સનો સપોર્ટ ધરાવે છે તથા અદ્યતન બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ, ફ્લીટ એજ ટેલીમેટિક્સ સિસ્ટમ અને બેસ્ટ-ઇન-ક્લાસ અપટાઇમ માટે મજબૂત એગ્રીગેટથી સજ્જ છે. ટાટા યુનિવર્સની અપાર ક્ષમતાઓનો લાભ લેતા એસ ઇવીને ટાટા ગ્રૂપ કંપનીઓ સાથે સહયોગ અને દેશના અગ્રણી ફાઇનાન્સર્સ સાથેની ભાગીદારીથી લાભ મળે છે, જેથી ગ્રાહકોને સર્વગ્રાહી ઇ-કાર્ગો મોબિલિટી સોલ્યુશન ઓફર કરી શકાય. એસ ઇવી દેશભરમાં તમામ ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ ડિલરશીપ ઉપરથી ખરીદી શકાય છે.