નેશનલ, 9 ઓગસ્ટ, 2024: આ ઓગસ્ટમાં સોની બીબીસી અર્થ અગાઉ ક્યારેય નહીં તે રીતે સાહસ અને દેસી ફીલ્સથી ભરચક અનુભવ લાવી રહી છે. દર્શકોને સ્નેક સ્કવોડ સાથે સાપને બચાવવાથી ભારતની વિવિધ સંસ્કૃતિઓ દર્શાવતા અને દેશનાં છૂપાં રત્નોની ખોજ કરાવતા દેશી ફીલ્સ સુધી લઈ જવામાં આવશે, જે દરેક માટે કાંઈક ને કાંઈક આ શોમાં છે.
ભારતમાં સાપના બચાવકર્તાઓના પ્રયાસો પર પ્રકાશ પાડતાં સ્નેક સ્ક્વોડ એ દર્શાવે છે કે માનવી અતિક્રમણને લીધે સાપ શહેરી વિસ્તારોમાં શરણું લાવે લાગ્યા છે. 20 ઓગસ્ટે બપોરે 12 અને રાત્રે 9 વાગ્યાથી પ્રસારિત થનારી આ સિરીઝમાં યુવાનો સાપના બચાવકર્તાઓ તરીકે તેમની સફળ કારકિર્દી છોડીને વાઈલ્ડમાં પાછા આવ્યા તે દર્શાવે છ. દર્શકોને એલેક્સ કાર્પેન્ટરનો પ્રવાસ બતાવવામાં આવશે. જે ભારતમાં સ્નેક સ્ક્વોડ સાથે જોડાય છે અને આ આપત્તિજનક કામ લેવા માટે તેમને શું પ્રોત્સાહન આપે છે તેની પર પ્રકાશ પાડે છે.
પ્રવાસ અને સાહસ સાથે સોની બીબીસી અર્થ તેની સ્વાતંત્ર્ય દિવસની લાઈન-અપમાં દેશી ફીલ્સ સાથે ખોજનો ડોઝ ઉમેરે છે. આ વિશેષ સેગમેન્ટ 15 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી પ્રસારિત થશે અને તેમાં ગેન જીસ, વ્હેર ધ વાઈલ્ડ મેન આર વિથ બેન ફોગલ, એક્સ્ટ્રીમ ફિશિંગ વિથ રોબસન ગ્રીન, રિક સ્ટેઈન્સ ઈન્ડિયા, જોઆના લમલેઝ સ્પાઈસ ટ્રેઈલ એડવેન્ચર, હિડન ઈન્ડિયા અને જોઆના લમલેઝ ઈન્ડિયા જેવા શો પરથી પડદો ઊંચકે છે.
સિરીઝ ગેન્જીસ હિમાલયના સ્રોતમાંથી હરિયાળી તળેટીઓ સુધીની નદીની ખોજ કરે છે, જે ભારતીય સંસ્કૃતિ, પવિત્ર મંદિરો અને વૈવિધ્યપૂર્ણ વાઈલ્ડલાઈફ પર તેના પ્રભાવને આલેખિત કરે છે. આ ખોજમાં વ્હેલ ધ વાઈલ્ડ મેન આર વિથ બેન ફોગલનો ઉમેરો કરવામાં આવ્યો છે, જ્યાં બેન ભારતીય હિમાલયમાં માજી ફાઈલટ પાઈલટ સ્ટીવ લોલ સાથે રહે છે અને મજબૂત ખેડૂતનું જીવન અનુભવે છે. હિડન ઈન્ડિયામાં વાઈલ્ડલાઈફ એક્સપર્ટ લિઝ બોન, અભિનેત્રી ફ્રેડા પિંટો અને પર્વતારોહક જોન ગુપ્તા ભારતની નૈસર્ગિક દુનિયાની અજાયબી ઉજાર કરે છે. રિક સ્ટેઈન્સ ઈન્ડિયા સંસ્કૃતિમાં લઈ જાય છે. ટેમ્પલ કૂકિંગ માટે મદુરાઈ, મસાલા આધારિત બેકવોટર્સ માટે કેરાલા, બોમ્બિલ માછલી માટે મુંબઈ વગેરે ખાતે લઈ જાય છે. એક્સ્ટ્રીમ ફિશિંગ વિથ રોબસન ગ્રીન કોચીમાં રોબસનના સાંસ્કૃતિક અનુભવોમાં ડોકિયું કરાવે છે અને જોઆના લમલેઝ સ્પાઈસ ટ્રેઈલ એડવેન્ચર દક્ષિણથી હિમાલય સુધી સંપૂર્ણ ભારતને આવરી લેતાં મંદિરોની મુલાકાત અને ધાર્મિક ઉજવણીની દુનિયામાં પણ લઈ જાય છે.
તો જોવાનું ચૂકશો નહીં, દેશી ફીલ્સ 15 ઓગસ્ટે સવારે 9 અને સાંજે 6, સ્નેક સ્ક્વોડ 20 ઓગસ્ટે બપોરે 12 અને રાત્રે 9 વાગ્યાથી, ફક્ત સોની બીબીસી અર્થ પર.