સુરત, 04 ઓગસ્ટ, 2024: ભારતની સૌથી મોટી હોમ એલીવેટર બ્રાન્ડ નિબાવ લિફ્ટ્સે ગુણવત્તાયુક્ત ઇન-હાઉસ મોબિલિટી સોલ્યુશન્સ ડિલિવર કરવાની તેની કટીબદ્ધતાને અનુરૂપ સુરતમાં તેની આધુનિક નિબાવ સિરિઝ 4 હોમ લિફ્ટ્સ રજૂ કરી છે. નવી લોંચ કરાયેલી હોમ લિફ્ટ્સ અદ્યતન ફીચર્સ જેમકે એઆઇ-સક્ષમ કેબિન ડિસ્પ્લે તથા સટીક નેવિગેશન અને આરામદાયક લેન્ડિંગ માટે ઇન્ટ્યુટિવ એલઓપી ડિસ્પ્લે એલઆઇડીએઆર 2.0 ટેક્નોલોજી સાથે સુરતમાં ઘર માલીકોને લક્ઝરી અને આરામદાયક અનુભવ પ્રદાન કરશે. નિબાવ સિરિઝ 4.0 લિફ્ટ હોમ એલીવેટર ઇન્ડસ્ટ્રીમાં વિશિષ્ટ છે. એક્સક્લુઝિવ મિડનાઇટ બ્લેક આવૃત્તિમાં ઉપલબ્ધ આ લિફ્ટ્સ કોઇપણ એર-ડ્રિવન લિફ્ટ્સમાં સૌથી વધુ કેબિન સ્પેસ આપે છે. નિબાવ સિરિઝ 4 લિફ્ટ્સની એમ્બિયન્સ લાઇટિંગ, ન્યુઝિલેન્ડ વૂલ કારપેટ, સ્ટારલાઇટ સિલિંગ, લેધર ફિનિશ ઇન્ટિરિયરની સાથે ખૂબજ સ્ટાઇલિશ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. બ્રાન્ડના ફ્લેગશીપ સુરત એક્સપિરિયન્સ સેન્ટર ખાતે નિબાવ હોમ લિફ્ટ્સના વરિષ્ઠ અધિકારીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સુરતમાં નવી પ્રોડક્ટના લોંચ પ્રસંગે નિબાવ લિફ્ટ્સના સીઇઓ અને સંસ્થાપક વિમલ બાબુએ કહ્યું હતું કે, “અમને સુરતમાં ઘર માલીકો સક્ષમ અમારા નવા ઇનોવેશન રજૂ કરતાં ગર્વ છે. અમારી સિરિઝ 4 હોમ લિફ્ટ્સ બેજોડ લક્ઝરી અને સુવિધા સાથે તમારા અનુભવમાં વધારો કરવા માટે તૈયાર કરાઇ છે. વિશેષ કરીને અમારી નવી સિરિઝ 4 હોમ લિફ્ટ્સ સાથે અમે ટેક્નોલોજી અને ડિઝાઇન – એમ બે મુખ્ય પરિબળોને જોડવા ઉપર ધ્યાન આપ્યું છે, જે હોમ ઇન્ટિરિયરમાં નવીનતમ ઉમેરો છે. અમારી બ્રાન્ડ સુરક્ષા અને ટકાઉપણા માટે બજારમાં પ્રસિદ્ધ છે તથા નિભાવ સિરિઝ 4 સાથે અમે બેજોડ ગુણવત્તાના નવા ધોરણો સ્થાપિત કર્યાં છે. અમને વિશ્વાસ છે કે ઘર માલીકોને અમારી સિરિઝ 4 લિફ્ટ્સથી લાભ થશે.”
સુરક્ષા ફીચર્સમાં નવા ધોરણો સ્થાપિત કરતાં નિબાવ સિરિઝ 4માં રેપિડ રેસ્ક્યુ લેચ (આરઆરએલ) સામેલ કરવામાં આવ્યું છે, જેના પરિણામે કોઇપણ ઇમર્જન્સીની સ્થિતિમાં બચાવ ટીમ તુરંત અને સુરક્ષિત નિકાસી સુનિશ્ચિત કરે છે. આરઆરએલ દ્વારા પોલીકાર્બોનેટ ગ્લાસને સરળતાથી દૂર કરી શકાય છે, જેનાથી ઇમર્જન્સીની સ્થિતિમાં વ્યક્તિઓને ઝડપથી બહાર કાઢી શકાય છે. આ સિરિઝમાં કાર્બન સીલ 2.0 પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, જે લિફ્ટને વધુ ટકાઉ બનાવે છે. તેનાથી લિફ્ટ લાંબા સમય સુધી વિશ્વસનીય પર્ફોર્મન્સ આપે છે. નવી હોમ લિફ્ટ્સ જેએમએસ કનેક્ટિવિટીથી સજ્જ છે, જે વધુ સિરક્ષા અને ફ્લેક્સિબિલિટી સુનિશ્ચિત કરે છે.
સિરિઝ 4 લિફ્ટ લેન્ડિંગ કેબલ-ફ્રી છે અને તેમાં બીજા મહત્વપૂર્ણ ફીચર્સ છે જેમકે રેબિન પિલરની સાથે લેધર ફિનિશની સાથે એમ્બિયન્ટ અને એક્સલન્ટ, કંટ્રોલ સાથે કન્સીલ ફેન, ટચ સ્ક્રિન ડિસ્પ્લે, ડિજિટલ અને એનાલોગ ક્લોક કે જે હેન્ડ જેસ્ચર ઇનેબલ્ડ છે.
એસ4 લિફ્ટનો અનુભવ નિબાવના ઇકો સેન્ટરમાં કરી શકાય છે, જે ઝેનોન, ગ્રાઉન્ડ ફ્લોર, 2-એ, યુનિક હોસ્પિટલની સામે, ઓપેરા હાઉસ પાસે, ખટોદરા વાડી, સુરત, ગુજરાત 395002 સ્થિત છે.