ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર એડલ્ટ વેક્સીનેશનના ઉદઘાટન માટે સહયોગ કર્યો

0
72

સેન્ટર ફોર એક્સેલન્સ (CoE) એડલ્ટ વેક્સીનેશન અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે વેક્સીન-પ્રિવેન્ટેબલ રોગ સામે સામુદાયિક રક્ષણને મજબૂત બનાવવા પ્રયત્ન કરે છે 

આણંદ, 26 જુલાઇ 2024: ફાઇઝર અને આણંદની ઝાયડસ હોસ્પિટલએ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) એડલ્ટ વેક્સીનેશનનું ઉદઘાટન કરવા માટે સહયોગ સાધ્યો છે. વિવિધ વેક્સીન-પ્રિવેન્ટેબલ ડિસીઝ (VPDs) જેમ કે અન્યો ઉપરાંત ન્યુમોકોકલ રોગ, ઇન્ફ્લ્યુએન્ઝા, હ્યુમન પેપીલોમાં વાયરસ (HPV) અને હિપેટાઇટીસ A અને B સામે રક્ષણનો સમાવેશ કરતી વિવિધ રેન્જ સાથેની ઓફરિંગ્સ સાથે, CoE સમગ્ર પ્રદેશને આવરી લેતી વ્યાપક પુખ્તોની રસીને પ્રોત્સાહન આપવા માટે લેવાયેલા મહત્ત્વના પગલાંને રજૂ કરે છે.

જાહેર આરોગ્યને ટેકો આપવા તરફેના નોંધપાત્ર પ્રયત્નોમાં આણંદની ઝાયડસ હોસ્પિટલ તેના સૌપ્રથમ વેક્સીનેશન સેન્ટરનું અનાવરણ કરતા ગર્વ અનુભવે છે, જે દરેક જૂથો માટે જરૂરિયાત અનુસારના વ્યાપક ઇમ્યુનાઇઝેશન ઉકેલો માટેનું એક અભયારણ્ય છે, માનનીયશ્રીયોગેશપટેલ, આણંદ, ધારાસભ્યનીઉપસ્થિતિમાં.આણંદની ઝાયડસ હોસ્પિટલના સેન્ટર વડા ડૉ. પ્રજ્ઞેશન ગોર સેન્ટરના ઉમદા રસીકરણ સેવાઓ મેળવવા ઇચ્છતા વ્યક્તિઓ અને પરિવારો માટે આગવા સ્થળ તરીકેની મહત્ત્વની ભૂમિકા પર ભાર મુકે છે. “ઉમદા સંભાળ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા રસીકરણથી આગળ વિસ્તરે છે; અમે જ્ઞાન અને આત્મવિશ્વાસ સાથે વ્યક્તિઓને સશક્ત કરવા માટે અહીં છીએ,” એમ શ્રી પ્રગ્નેશ ગોર ભારપૂર્વક જણાવે છે.

ફાઇઝર વેક્સિન્સના ડિરેક્ટર મેડીકલ અફેર્સના ડૉ. સંતોષ તૌરએ જણાવ્યું હતુ કે,“ફાઇઝર ખાતે, અમારું મિશન જાહેર આરોગ્યને આગળ વધારવાનું અને વધુ લોકોને રોગમુક્ત જીવન જીવવામાં મદદ કરવાનું છે. સમગ્ર સમુદાયમાં પુખ્ત વયના રસીકરણને અપનાવવાનું માપન આ કોયડામાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ઝાયડસ હૉસ્પિટલના સહયોગથી અમારા નવા લૉન્ચ થયેલા સેન્ટર ઑફ એક્સલન્સ દ્વારા, અમે જાગૃતિ વધારવા અને રસી-નિવારણ કરી શકાય તેવા રોગો સામે રસીકરણની ઍક્સેસને વેગ આપવા માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. ભારતના હેલ્થકેર ડિલિવરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને હેલ્થકેર પ્રેક્ટિશનરો અને દર્દીઓ બંનેને તેમની સર્વગ્રાહી સંભાળ અને માહિતગાર આરોગ્ય-શોધવાની વર્તણૂકની સફરમાં સમર્થન આપવાનું આ એક મુખ્ય પગલું છે.”

આણંદની ઝાયડસ હોસ્પિટલના ડૉ. રાજીવ પાલીવાલ (કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ), ડૉ. મૌલિક શાહ (કન્લસ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ) અને ડૉ. વિરેન શાહ (કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડીસિન સ્પેસિયાલિસ્ટ), ગંભીર હેલ્થેકર શૂન્યવકાશમાં સેન્ટરની અગત્યની ભૂમિકા પર ભાર મુકે છે. સુગમતા અને એક્સેસિબિલીટી પર ફોકસ કરવાની સાથે, સેન્ટર માતા પિતાઓ માટેની રસીકરણની મુસાફરીને વ્યવસ્થિત કરવાનો હેતુ ધરાવે છે,જે કાયમી બાળપણના ઇમ્યુનાઇઝેશન્સ માટે અંતરાય મુક્ત અનુભવ પ્રદાન કરે છે. મુસાફરી કે કાર્યસ્થળની જરૂરિયાતો માટે કાયમી ઇન્ફ્લ્યુએન્ઝા શોટ્સથી લઇને ખાસ ઇમ્યુનાઇઝેશન્સમાં સેન્ટરના નિષ્ણાત કર્મચારી જે તે વ્યક્તિના આરોગ્યની લગતી માહિતી અને જીવનશૈલીની જરૂરિયાતો આધારિત અંગત ભલામણો કરવાની ખાતરી કરે છે. રસીકરણ સેવાઓ ઉપરાંત, કેન્દ્ર દર્દીના શિક્ષણ અને સમર્થનને પ્રાથમિકતા આપે છે, પ્રશ્નો અને ચિંતાઓને સંબોધવા માટે સમર્પિત સલાહકારો ઓફર કરે છે.

ભારતમાં પુખ્તોમાં આશરે 95 ટકાના VPD-સંબંધિત મૃત્યુ થાય છે.[i]પુખ્ત રસીકરણ (એડલ્ટ વેક્સીનેશન) એ ચેપ સામે લોકોના સ્તરીય સંરક્ષણને મજબૂત કરવા, આરોગ્યની ગૂંચવણો ટાળવા અને તેમના જીવનની ગુણવત્તાને વધારવા માટે એક સાબિત થયેલ, અસરકારક સાધન છે. આ ખાસ કરીને જોખમી વ્યક્તિઓના કિસ્સામાં મહત્વપૂર્ણ છે, જેમ કે લાંબાગાળાના સ્નાયુ રોગ (સીઓપીડી અને અસ્થમા), ડાયાબિટીસ, લાંબા ગાળાના હૃદયના રોગ,લાંબા ગાળાના કિડની ડિસીઝ, અથવા અન્ય ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ્ડ શરતો છે. જો કે, ભારતમાં પુખ્ત રસીકરણ અંગે જાગૃતિ અને અપનાવવાનું ચાલુ રહે છે. ઝાયડસ હોસ્પિટલ, આણંદમાં CoEઆરોગ્યસંભાળ વ્યવસાયિકોને પુખ્ત રસીકરણના લાંબા ગાળાના ફાયદાઓ પર નવીનતમ, વિજ્ઞાન-સમર્થિત માહિતીથી સજ્જ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેમને સમુદાય-વ્યાપી સ્વીકારવા માટે પ્રોત્સાહન આપવા માટે તેમને માર્ગદર્શન આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here