સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)એ કેન્દ્રિય બજેટ 2025માં માળખાકીય વિકાસ અને ડિકાર્બનાઇઝેશનની પહેલોનું સ્વાગત કર્યું

0
32

નવી દિલ્હી/મુંબઇ, 24 જુલાઇ, 2024: માનનીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા કેન્દ્રિય બજેટ 2024-25નું સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)એ સ્વાગત કર્યું હતું. આ બજેટમાં માળખાકીય વિકાસ, રોજગાર સર્જન અને ઉર્જા સુરક્ષા ઉપર વિશેષ ભાર મૂકવા સાથે ભારતના આર્થિક વિકાસનું વિઝન પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

બજેટ વિશે પ્રતિક્રિયા આપતાં સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)ના પ્રેસિડેન્ટ અને શ્રીસિમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિરજ અખૂરીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને ફુગાવા વચ્ચે કેન્દ્રિય બજેટ 2024-25 પરિવર્તનકારી છે અને ફિસ્કલ કોન્સોલિડેશન ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રૂ. 11 લાખ કરોડના મૂડી ખર્ચની જાહેરાત વિવિધ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને ફાળવણીઓ દ્વારા ભારતીય માળખાને આધુનિક બનાવવાની સરકારીની કટીબદ્ધતાને દર્શાવે છે, જે ચોક્કસપણે સિમેન્ટ અને બીજા બિલ્ડિંગ મટિરિયલની માગને બળ આપશે. આ પહેલો સામૂહિક રીતે વિવિધ ક્ષેત્રોમાં ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે બજેટના વ્યાપક અને વ્યૂહાત્મક અભિગમને દર્શાવે છે.

આ ઉપરાંત સિમેન્ટ ઇન્ડસ્ટ્રી સરકારના નેટ ઝિરો લક્ષ્ય સાથે પણ સુસંગત છે. ‘હાર્ડ ટુ અબેટ’ ઇન્ડસ્ટ્રીઝને ‘પર્ફોર્મ, અચિવ એન્ડ ટ્રેડ’ મોડમાંથી આગળ વધીને ‘ઇન્ડિયન કાર્બન માર્કેટ’ મોડ તરફ લઇ જવાનો રોડમેપ આવકારદાયક પગલું છે. આ રોડમેપ ભારતના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બળ આપશે તથા રિન્યૂએબલ એનર્જીને પ્રોત્સાહન આપશે. એકંદરે આ બજેટ અર્થતંત્ર અને પર્યાવરણ બંન્ને માટે લાભદાયી બની રહેશે તેમજ સિમેન્ય ઇન્ડસ્ટ્રી રાષ્ટ્રના વિકાસની સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે સજ્જ છે.

સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (સીએમએ)ના વાઇસ પ્રેસિડેન્ટ અને જેએસડબલ્યુ સિમેન્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર પાર્થ જિંદાલે જણાવ્યું હતું કે, આ બજેટ મજબૂત અને ટકાઉ શહેરી વિકાસ માટેનો  મોકળો કરે છે, જે સમાન અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. રોજગાર, કૌશલ્યવર્ધન અને શહેરી વિકાસ ઉપર તેના ફોકસથી સર્વાંગી વૃદ્ધિની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. કૌશલ્ય અને રોજગાર સંબંધિત પ્રોત્સાહનો કાર્યબળની ક્ષમતામાં વધારો કરવાની સાથે-સાથે સિમેન્ટ સેક્ટરમાં રોજગારની નવી તકોનું સર્જન પણ કરશે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રી નવી ટેક્નોલોજી અપનાવી રહી છે ત્યારે ભારતને કુશળ અને સજ્જ કાર્યબળની જરૂર છે. શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય સંબંધિત પહેલો માટે રૂ. 1.48 લાખ કરોડની ફાળવણી કુશળ કાર્યબળનું સર્જન કરવા ઉપર નોંધપાત્ર અસર પેદા કરશે તથા સિમેન્ય ઇન્ડસ્ટ્રીમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ભારતમાં રોજગાર સર્જનમાં અગ્રેસર છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રી બજેટની વ્યૂહાત્મક પહેલોનું સ્વાગત કરે છે તથા ઇનોવેશન અને ટકાઉ કામગીરી દ્વારા આ પ્રયાસોને સપોર્ટ કરવા માટે કટીબદ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here