98% ભારતીય બિઝનેસ લીડર્સ AI ને અપનાવવામાં ઝડપ કરી રહ્યા છે, પરંતુ કુશળ પ્રતિભાઓને શોધવી હજી પણ મુશ્કેલ: લિંક્ડઇન

0
5
  • ભારતમાં 54% ભરતી કરનારાઓનું કહેવું છે કે નોકરી માટેની અરજીઓમાંથી માત્ર અડધી કે તેનાથી ઓછી અરજીઓ જરૂરી લાયકાતોને પૂરી કરે છે.
  • 64% લોકોનું માનવું છે કે AI-સંચાલિત સાધનો ભરતીને ઝડપી અને સરળ બનાવી શકે છે.
  • લિંક્ડઇન ભરતી કરનારાઓને તેમના સૌથી અસરકારક કાર્ય પર વધુ સમય વિતાવવામાં મદદ કરવા માટે એક નવો હાયરિંગ આસિસ્ટન્ટ અને કંપનીઓની માંગ મુજબ કૌશલ્ય વિકસિત કરવામાં મદદ કરવા માટે નવી AI-સંચાલિત કોચિંગ સુવિધાઓ લોન્ચ કરી રહ્યું છે.

ભારત ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૫: બે વર્ષ પછી જનરેટિવ AI એક પ્રચલિત શબ્દમાંથી વ્યવસાયિક જરૂરિયાતમાં બદલાઇ ગયો છે અને સમગ્ર ભારતના લીડર્સ તેની ક્ષમતાને સ્વીકારી રહ્યા છે. વિશ્વના સૌથી મોટા પ્રોફેશનલ નેટવર્ક લિંક્ડઇનના નવા રિસર્ચ મુજબ, ભારતના 98% બિઝનેસ લીડર્સ કહે છે કે 2025 માં તેમની સંસ્થાઓને AI અપનાવવામાં ઝડપી મદદ કરવી એ તેમની વ્યૂહાત્મક પ્રાથમિકતા છે. જોકે યોગ્ય કુશળતા ધરાવતી પ્રતિભાઓને શોધવી એ એક પડકાર છે.

ભારતમાં લગભગ 5 માંથી 3 ભરતીકર્તાઓ માટે AI અને માનવ કૌશલ્યનું યોગ્ય મિશ્રણ શોધવું એક પડકાર

લિંક્ડઇન રિસર્ચ દર્શાવે છે કે ભારતમાં 54% HR પ્રોફેશનલ્સ રિપોર્ટ કરે છે કે તેમને મળતી નોકરીની અરજીઓમાંથી ફક્ત અડધા અથવા તેનાથી પણ ઓછા બધી જરૂરી અને પસંદગીની લાયકાતોને પૂર્ણ કરે છે. ભરતી દરમ્યાન યોગ્ય ટેકનિકલ (61%) અને સોફ્ટ સ્કિલ (57%) ધરાવતા ઉમેદવારો શોધવા હજુ પણ તેમના માટે સૌથી મોટો પડકાર છે. ભારતમાં સૌથી મુશ્કેલીથી મળનાર કૌશલ્યોમાં ટેકનિકલ/આઇટી સ્કિલ જેમકે સોફ્ટવેર ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ (44%), AI સ્કીલ (34%) અને સોફ્ટ સ્કિલ જેમકે કોમ્યુનિકેશન અને સમસ્યાના નિરાકરણ (33%)નો સમાવેશ થાય છે.

કંપનીઓ 2025 માં ‘પસંદગીયુક્ત ભરતી’ કરી રહી છે
ભારતમાં HR પ્રોફેશનલ્સ એમ પણ કહે છે કે તેમને એવા ઉમેદવારો તરફથી ઘણી બધી અરજીઓ (47%) મળે છે જે તે ભૂમિકા માટે યોગ્ય હોતા નથી (41%), અને 2025 માં તેઓ વધુ પસંદગીયુક્ત ભરતી કરી રહ્યા છે. ભારતમાં અડધાથી વધુ HR પ્રોફેશનલ્સ કહે છે કે તેઓ ફક્ત એવા ઉમેદવારો (55%) સુધી પહોંચવાનું અને નિમણૂક (54%) કરવા પર વિચાર કરશે જે નોકરીની યોગ્યતાના 80% કે તેનાથી વધુ પૂર્ણ કરે છે.

લિંક્ડઇનના ટેલેન્ટ અને લર્નિંગ સોલ્યુશન્સના ઇન્ડિયા કન્ટ્રી હેડ રૂચી આનંદે જણાવ્યું હતું કે, “AI પ્રતિભાઓને ભરતી અને વિકસાવવાની રીતને ફરીથી આકાર આપી રહ્યું છે, પરંતુ વાસ્તવિક અનલોક ફક્ત AI અપનાવવાનું નથી -પરંતુ તેને બિઝનેસ માટે કાર્યક્ષમ બનાવવાનું છે. ઘણીવાર કંપનીઓ તેમની સંપૂર્ણ ક્ષમતાને અનલૉક કરવા માટે યોગ્ય પ્રતિભા વિના AI ટૂલ્સમાં સંસાધનો લગાવી દે છે, જેના કારણે ગેમ-ચેન્જિંગ તક છૂટી જાય છે. આ ચક્રને તોડવા માટે, વ્યવસાયોએ કૌશલ્ય-પ્રથમ માનસિકતા સાથે કામ પર રાખવાનીજરૂર છે – કારણ કે જ્યારે AI એ એક સાધન હશે જે નવીનતાને અનલોક કરશે, પરંતુ સર્જનાત્મકતા, કોમ્યુનિકેશન અને સહયોગ જેવી હ્યુમન સ્કિલ્સ જ કંપનીઓને વાસ્તવમાં પરિવર્તનથી આગળ રહેવામાં મદદ કરશે.”

લીડર્સ પોતાના કર્મચારીઓને શ્રેષ્ઠ કૌશલ પ્રદાન કરવા માટે બમણો ભાર મૂકી રહ્યા છે
ભારતમાં 10 માંથી 8 (84%) થી વધુ HR પ્રોફેશનલ્સ 2025 માટે કર્મચારીઓને નવી સ્કીલ વિકસિત કરવામાં મદદ કરવાને ટોચની પ્રાથમિકતા માને છે, જેમાં AI (84%) માં કૌશલ વિકાસ અને કોમ્યુનિકેશન અને સહયોગ (82%) જેવી જરૂરી સોફ્ટ સ્કિલ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ ભાવના ભારતમાં સર્વેક્ષણ કરાયેલા તમામ (100%) L&D પ્રોફેશનલ્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જે વાતથી સંમત છે કે સોફ્ટ સ્કિલ (જેમ કે સર્જનાત્મકતા, જિજ્ઞાસા અને કોમ્યુનિકેશન) તકનીકી કુશળતા જેટલી જ મહત્વપૂર્ણ બની રહી છે. લગભગ અડધા (48%) ભારતીય લીડર્સનું એમ પણ કહેવું છે કે AI તાલીમ માટે શિક્ષણ અને વિકાસમાં રોકાણ કરવું, તેને અપનાવવામાં ગતિ લાવવા માટે ચાવીરૂપ હશે.

લિંક્ડઇન ભરતી કરનારાઓને તેમના સૌથી પ્રભાવશાળી કાર્ય પર વધુ સમય વિતાવવામાં મદદ કરવા માટે નવા AI-સંચાલિત સાધનો રજૂ કરી રહ્યું છે
કંપનીઓ સાવચેતીભર્યા આર્થિક પરિદ્રશ્યમાં આગળ વધી રહી છે, ત્યારે લિંક્ડઇન ભરતીકારોને તેમના કામ માટે સૌથી વ્યૂહાત્મક, લોકો-કેન્દ્રિત કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરવા માટે નવા AI-સંચાલિત સાધનો રજૂ કરી રહ્યું છે:

  • ભારતમાં લગભગ 5 માંથી 2 (37%) HR પ્રોફેશનલ્સ નોકરીની અરજીઓ શોધવામાં દરરોજ 1-3 કલાક પસાર કરે છે, અને 5 માંથી 3 થી વધુ (64%) માને છે કે AI-સંચાલિત સાધનો ભરતીને ઝડપી અને સરળ બનાવી શકે છે. લિંક્ડઇનનું નવું હાયરિંગ આસિસ્ટન્ટ ભરતી કરનારના સૌથી વધુ પુનરાવર્તિત, સમય માંગી લેનારા કાર્યોને સંભાળવા માટે રચાયેલ છે જેથી તેઓ હાયરિંગ મેનેજરોને સલાહ આપવા, ઉમેદવારો સાથે જોડાવા અને ઉમેદવારો માટે શ્રેષ્ઠ અનુભવો બનાવવા જેવા તેમના સૌથી અસરકારક કાર્ય પર વધુ સમય વિતાવી શકે. IBM ના ગ્લોબલ ટેલેન્ટ એટ્રેક્શન લીડર સચિન બોર્ડેએ જણાવ્યું, “મને ઉમેદવારોની ગતિ અને ડિલિવર સારી લાગે છે અને હું માનું છું કે લિંક્ડઇનનું હાયરિંગ આસિસ્ટન્ટ ટીમની ઉત્પાદકતામાં સુધારો કરવાનું ચાલુ રાખશે,” IBM ના ગ્લોબલ ટેલેન્ટ એટ્રેક્શન લીડર સચિન બોર્ડેએ જણાવ્યું.
  • ભારતમાં 10 માંથી 7 (71%) એચઆર પ્રોફેશનલ્સ અનુરૂપ શિક્ષણ સંસાધનોને ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો ઉલ્લેખ કરે છે. લિંક્ડઇન લર્નિંગની નવી એઆઈ-સંચાલિત કોચિંગ સુવિધા શીખનારાઓને ટેક્સ્ટ અથવા વૉઇસનો ઉપયોગ કરીને ઇન્ટરેક્ટિવ, વાસ્તવિક-વિશ્વના દ્રશ્યો દ્વારા સોફ્ટ સ્કિલ બનાવવામાં મદદ કરે છે. તે તેમને કાર્યસ્થળ પર થતી વાતચીતો જેમ કે પ્રદર્શન સમીક્ષાઓ અને ફીડબેક ચર્ચાઓમાં આત્મવિશ્વાસ મેળવવામાં મદદ કરે છે અને શીખનારાઓને દરેક પ્રેક્ટિસ સેશનના અંતમાં કાર્યવાહી યોગ્ય, વ્યક્તિગત ફીડબેક મળે છે. વધુ વાંચો અહીં .

#####

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here