ભારતમાં સેરેલેકનાં 50 વર્ષ સેરેલેક નો રિફાઈન્ડ શુગર રેસિપી રજૂ કરાઈ

0
15

અમદાવાદ 24 ઓક્ટોબર 2024: નેસલેનું સિરીલ આધારિત કોમ્પ્લીમેન્ટરી ફૂડ સેરેલેક દ્વારા ભારતમાં 50માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સેરેલેકની પ્રથમ બેચનું 15મી સપ્ટેમ્બર, 1975ના રોજ પંજાબના મોગામાં નેસલે ઈન્ડિયાની ફ્લેગશિપ ફેક્ટરીમાં ઉત્પાદન કરાયું હતું. આજે સેંકડો સમર્પિત કર્મચારીઓએ તે જ સંભાળ અને લગની સાથે પંજાબમાં મોગા ફેક્ટરી અને હરિયાણામાં સમલખા ફેક્ટરી ખાતે ગુણવત્તાયુક્ત ન્યુટ્રિશન પ્રોડક્ટોનું ઉત્પાદન ચાલુ રાખ્યું છે.

છેલ્લા પાંચ દાયકામાં સેરેલેકે અનાજ અને દૂધ સહિત ઉચ્ચ ગુણવત્તાની સામગ્રીઓનો ઉપયોગ કરવાની પોતાની કટિબદ્ધતા જાળવી રાખી છે, જે સ્થાનિક સ્તરથી સ્રોત કરાય છે. સેરેલેકની દરેક બેચમાં દરેક પેક ઉપભોગ માટે સુરક્ષિત છે તેની ખાતરી રાખવા માટે સઘન ગુણવત્તા તપાસ (40 જેટલાં ગુણવત્તાનાં પરીક્ષણો) કરવામાં આવે છે.

વિટામિન્સ અને મિનરલ્સ સૂક્ષ્મપોષક ઊણપ ઓછી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સૂક્ષ્મપોષકોનું યોગ્ય માત્રામાં સેવન કરાય તો સ્વાસ્થ્ય કલ્યાણમાં ટેકો આપી શકે છે. ભારતમાં રજૂઆત કરાઈ ત્યારથી સેરેલેક 6 મહિનાથી વધુ ઉંમરના નવજાત માટે કોમ્પ્લિમેન્ટરી ખાદ્યો ઓફર કરે છે. સેરેલેક 15 પોષકો* ધરાવે છે, જેમાં વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થાય છે, જે હેલ્થકેર નિષ્ણાતોના માર્ગદર્શન અનુસાર હોમ ફૂડમાં ઉમેરો તરીકે ઓફર કરી શકાય છે.

સેરેલેકની ન્યુટ્રિશન પ્રોડક્ટ રેસિપી સ્થાનિક નિપુણતા અને આંતરરાષ્ટ્રીય નવીનતા સાતે નેસલેના વૈશ્વિક આરએન્ડડી નેટવર્ક સાથે સહયોગમાં વિકાસાવવામાં આવે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં સેરેલેકમાં એડેડ શુગર તેના નવીનતાના પ્રવાસના ભાગરૂપે 30 ટકા સુધી ઓછી કરાઈ છે. નેસલેએ નો રિફાઈન્ડ શુગર સાથે સેરેલેક વેરિયન્ટ્સ રજૂ કરવાની મહત્ત્વાકાંક્ષા હાંસલ કરી છે. તે ત્રણ વર્ષ પૂર્વે પહેલ કરાઈ હતી અને આ વર્ષે નો રિફાઈન્ડ શુગર સાથે નવા સેરેલેક વેરિયન્ટ્સ રજૂ કરાયા છે. ભારતમાં વિસ્તારિત સેરેલેકની શ્રેણીમાં હવે 21 વેરિયન્ટ્સ છે, જેમાં 14 વેરિયન્ટ્સમાં રિફાઈન્ડ શુગર નહીં હશે. આ 4 વેરિયન્ટ્સમાંથી 7 નવેમ્બર 2024ના અંત સુધી ઉપલબ્ધ થશે અને બાકી આગામી સપ્તાહોમાં ઉપલબ્ધ થશે.

સેરેલેકનો પ્રવાસ સુરક્ષિત પોષણ પૂરું પાડવા પૂરતો સીમિત નથી. નેસલે સમુદાય અને જવાબદારીનું ભાન કેળવે છે. નેસલે ઈન્ડિયા સ્થાનિક ખેડૂતો સાથે નિકટતાથી કામ કરીને સક્ષમ પેઢીઓની ખાતરી રાખવા તેમની કુશળતા વધારે છે અને તાલીમ આપે છે. સામગ્રીઓનું જવાબદારીપૂર્વક સોર્સિંગ કરે છે, કાર્બન ઉત્સર્જન ઓછું કરે છે અને ભાવિ પેઢીઓ માટે પૃથ્વીનું સંવર્ધન કરે છે. મોગા અને સમલખા ફેક્ટરીમાં ઝેર ઈયુ ટેકનોલોજીની સફળ અમલબજાવણી સાથે દૂધમાંથી કાઢવામાં આવેલું પાણી દર વર્ષે ભૂજળનો ઉપભોગ ઓછો કરવા રિસાઈકલ કરાય છે, જેનાથી ભૂજળ પર નિર્ભરતા ઓછી થાય છે.

સેરેલેકનો ભારતમાં પ્રવાસ નેસલેએ ભારતભરમાં ખેડૂતો, પુરવઠાકારો અને વિતરકો સાથે ઘણા બધા દાયકાઓથી નિર્માણ કરેલો ભરોસો, ટેકો અને ભાગીદારીઓને કારણે શક્ય બન્યો છે. નેસલે ઈન્ડિયા તેની પ્રોડક્ટોમાં નવીનતા લાવવા નેસલેના વૈશ્વિક આરએન્ડડી નેટવર્કનો લાભ લેવાનું ચાલુ રાખશે અને તેના ગ્રાહકોને સમકાલીન, પોષક અને સ્થાનિક સ્વાદ અને અગ્રતાની રેખામાં વધુ વિકલ્પો ઓફર કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here