ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯મો ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોન ૨૦૨૫નું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું

0
6

આ પ્રસંગે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત, અમદાવાદ 03 જાન્યુઆરી 2024: આજ રોજ તા. ૩, ૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫નાં સમય દરમ્યાન ક્રેડાઇ અમદાવાદ દ્વારા આયોજિત ૧૯માં ગાહેડ પ્રોપર્ટી શો તથા ક્રેડાઇ ગુજકોનનું ઉદ્દઘાટન ગુજરાત રાજયના મુખ્ય મંત્રીશ્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ. રાજયના ગૃહ મંત્રીશ્રી માનનીય હર્ષભાઈ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અમદાવાદ શહેરના મેયરશ્રી, શ્રીમતી પ્રતિભાબેન જૈન, કયુ.સી.આઈ.ના ચેરમેન શ્રી જક્ષય શાહ, ક્રેડાઈ નેશનલના ચેરમેન શ્રી મનોજ ગોર, પ્રેસિડેન્ટ શ્રી બોમન ઈરાની તથા ગુજરાતભરના આશરે ૭૦૦ કરતા વધુ ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ શ્રી ધ્રુવભાઈ પટેલે આયોજનની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજયમાં વિકાસલક્ષી આયોજનો માટે માનનીય મુખ્ય મંત્રીશ્રી દ્વારા ખૂબજ સકારાત્મક કામગીરી કરવામાં આવી રહેલ છે જેને બીરદાવી સરકારશ્રીનો આભાર માનીએ છીએ.

શહેરમાં પ્રોપર્ટી વસાવનાર ગ્રાહકો અને ડેવલપર્સ વચ્ચે ટ્રાન્સપરન્સી રહે તે માટે રેરા એરિયાથી વેચાણ કરવાની નીતિ અપનાવવા સંસ્થાએ સભ્યોને અનુરોધ કરેલ અને તેનો અમલ પણ ચાલુ કરી દેવામાં આવેલ છે. આગામી સમયમાં શહેરમાં જયારે ઓલમ્પીક આયોજન થવા જઈ રહેલ છે ત્યારે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વિશિષ્ટ વ્યક્તિઓ પધારવાના હોઈ ચોક્કસ તેનો સીધો લાભ રીયલ એસ્ટેટ વ્યવસાયને થશે.

ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ શ્રી દિપકભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારી રાષ્ટ્રીય સંસ્થા ક્રેડાઈની સ્થાપનાના ૨૫માં વર્ષે સિલ્વર જયુબીલીની ઉજવણીને અનુલક્ષી ગત વર્ષે ગાહેડ પ્રોપર્ટી શોના આયોજન દરમ્યાન જાહેર કરેલા પાંચ સંકલ્પો પૈકી:- સંસ્થાકીય આયોજનો અને સામાજીક ઉત્થાનની દિશામાં આદરવામાં આવેલા પ્રયત્નના ભાગરૂપે ગુજરાતની સરકારી અને જર્જરીત ૧૦૦ શાળોઓને રિનોવેટ કરી અદ્યતન બનાવવાની જવાબદારી સ્વીકારેલ તે પૈકી અમદાવાદમાં ૨૫ શાળાઓનું કામ પૂર્ણ થયેલ છે અને બાકીની શાળાઓમાં કામ ચાલુ હાઈ શક્ય તેટલી વહેલી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માનનીય મુખ્ય મંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ છે.

સંસ્થા દ્વારા સમાજમાં પર્યાવરણ સુધારા માટે અમદાવાદ ખાતે નાસમેદ ખાતે અતિવિશાળ પ્લોટમાં ઓક્સીજન પાર્ક ડેવલપ કરી રહ્યા છીએ જેમાં આશરે ૫૧૦૦૦ જેટલા ઝાડ રોપવાનું આયોજન કરેલ તેમાંથી ૩૭૦૦૦ જેટલા ઝાડ રોપી દેવામાં આવ્યા છે અને તેનો નિભાવ પણ અમો કરી રહ્યા છીએ જયારે આ અંગેની હજુ પણ અનુસાંગિક કામગીરી ચાલુ છે.

શહેરમાં સુનિયોજીત વિકાસ થાય તેવા હેતુસર વધુમાં વધુ ગ્રીન બિલ્ડીંગ્સ સાકાર થાય તે માટે પ્રયત્નો આદરવામાં આવેલા છે. ગુજરાત સરકારશ્રીએ આ બાબતે ખૂબજ સકારાત્મક અભિગમ રાખી ગ્રીન બિલ્ડીંગ્સ પ્રોજેકટને પ્રોત્સાહન મળે તે હેતુસર ઈન્સેન્ટીવ આપવા સી. જી.ડી.સી.આરમાં સુધારો કરેલ છે તેને અમે આવકારી સરકારશ્રીનો આભાર માનીએ છીએ.

માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને ટી. બી. મુક્ત બનાવવાના અભિયાનના ભાગ રૂપે ગુજરાતને ટી.બી. કરવા ક્રેડાઈ ગુજરાત દ્વારા જરૂરિયાતમંદોને કિટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવેલ.

ગૃહ મંત્રીશ્રી માનનીય હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે માનનીય મુખ્ય મંત્રીશ્રીના વડપણ હેઠળ રાજયમાં રચનાત્મક રીતે વિકાસલક્ષી આયોજનોને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે. અમદાવાદ શહેરને અત્યાધુનિક રીતે વિકાસ થાય તેવા અમારા પ્રયત્નો ચાલુ છે અમદાવાદ શહેરમાં એસ. જી. હાઈવેને મોડેલ રોડ તરીકે ડેવલપ કરવાનો પાયલટ પ્રોજેકટ સાથે અન્ય ૨૦ જેટલા રોડ પાઈપ લાઈનમાં છે. ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીને અમે આવકારીએ છીએ અને અભિનંદન આપીએ છીએ.

માનનીય મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન મુજબ સૌનો સાથ સૌનો વિકાસ મારૂ લક્ષ્યાંક છે આથી આપશ્રીના પ્રશ્નો કે વિકાસમાં અવરોધરુપ બાબતો અંગે ગમે ત્યારે મળી શકો છો. શહેરમાં સુનિયોજીત વિકાસ થાય અને તેનો લાભ સામાન્ય પ્રજાને મળી શકે તેવા આયોજનો કરવા તેઓશ્રીએ અપીલ કરેલ જેને કેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ ઈલેટ એ સમર્થન આપેલ.

વધુમાં માનનીય મુખ્ય મંત્રીશ્રીએ જંત્રી અંગે જણાવ્યું હતું કે, સુચિત જંત્રી અંગે અમે સકારાત્મક અભિગમ રાખીએ છીએ તેથી ચિંતા કરવાની કોઈ જરૂરીયાત નથી. અને એફ.એસ.આઈ. ના નાંણા અંગે પણ યોગ્ય નિર્ણય કરવામાં આવશે. ક્રેડાઇને સાથે રાખીને તેમના સૂચનોને ધ્યાને લઇ બધાને ધ્યાનમાં રાખી નિર્ણય લઈશું. નાના આવાસો પણ બને તેવું પ્લાનિંગ કરવામાં આવે અને દસ લાખ થી પચાસ લાખ સુધીના આવાસો બને તેવો પ્રયાસ કરવા જોઈએ તેવું પણ આહવાન કર્યું આપ સૌ દ્વારા જે રીતે સામાજીક અને વ્યસાયિક વિકાસને લગતી કામગીરી કરવામાં આવી રહેલ છે તેને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here